GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નરોડાની એ વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓની TST 2026માં શાનદાર સિદ્ધિ
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 2
એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડામાં ગૌરવનો ક્ષણ
અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્થિત એ વન ઝેવિયર્સ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટી – 2026 (TST) માં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી શાળાનું નામ ગૌરવપૂર્વક ઉજ્જવળ બનાવ્યું છે.
વિદ્યાર્થી જીલ પરેશકુમાર તાધાણીએ 99.49 પર્સેન્ટાઈલ મેળવી રાજ્યના ટોચના 1000 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે. તેમજ પરીબેન ધવલકુમાર પટેલએ 98.97 પર્સેન્ટાઈલ મેળવી રાજ્યના ટોચના 1000 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ વિદ્યાર્થીઓની મહેનત, લગન અને પ્રખરતાનું ઉત્તમ પ્રતિબિંબ છે.
શાળાના ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી તેમજ સમગ્ર શિક્ષકમંડળ દ્વારા બંને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.


