GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વડિયાની મોંઘીબા પે સેન્ટર શાળાનું પરિણામ ઓનલાઈન જાહેર
રિપોર્ટેડ બાય: વિશાલસર, વડિયાપ્રકાશિત :
વડિયા: ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણને વેગ આપતી વડિયાની મોંઘીબા પે સેન્ટર શાળા દ્વારા વર્ષ 2025-'26નું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા વર્ષે શાળાએ ડિજિટલ માધ્યમ અપનાવીને સરકારી શાળાના બાળકો માટે નવી રાહ ચીંધી છે.
વાલીઓ હવે શાળાએ આવ્યા વગર ઘરે બેઠા જ વિદ્યાર્થીનો 18 અંકનો UID નંબર નાખીને www.sites.google.com/view/digitalschooltools/home લિંક પરથી રિઝલ્ટ જોઈ શકશે. શાળાના આ આધુનિક અભિગમથી વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
