GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સ્વર્ગ કોમ્યુનિટી કેરમાં ફિઝિયોથેરાપી જાગૃતિ કેમ્પ યોજાયો
રિપોર્ટેડ બાય: Faculty of Physiotherapy, Marwadi University Rajkot, Rajkotપ્રકાશિત :
રાજકોટ સ્થિત સ્વર્ગ કોમ્યુનિટી કેર, ત્રીજા માળે, પ્રાઇમ સ્ક્વેર, સાધુ વસવાણી કુન્જ રોડ, રેલનગર ખાતે તા. ૨૮/૦૪/૨૦૨૬ (મંગળવાર) ના રોજ સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી દ્વારા ફિઝીયોથેરાપી જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને પડવાથી થતા જોખમો અંગે જાગૃતિ લાવવાનો, પુનઃસ્થાપન (રિહેબિલિટેશન) અંગે માર્ગદર્શન આપવાનો તેમજ જીવનની ગુણવત્તા સુધારવામાં ફિઝીયોથેરાપીનું મહત્વ સમજાવવાનો હતો. કેમ્પ દરમિયાન ભાગ લેનાર વ્યક્તિઓને સંતુલન જાળવવાની રીતો, સલામત રીતે ચાલવાની પદ્ધતિ તથા દૈનિક જીવનમાં સુરક્ષિત રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ડૉ. જાનકી ખીરા (PT) અને ડૉ. રવિન્દ્ર નાકુમ (PT) દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો અને ડૉ. રાધા પારેખ (PT) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સમગ્ર કેમ્પ દરમિયાન શિસ્ત અને સ્વચ્છતા જાળવીને તમામ કામગીરી વ્યાવસાયિક રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી સતત સમાજમાં આરોગ્ય જાગૃતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે અને સમયાંતરે આવા કેમ્પોનું આયોજન કરીને સમુદાય સાથે સક્રિય જોડાણ જાળવી રાખે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે
