GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વહેલાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક "છાતીના એક્સ રે" કેમ્પ યોજાયો, 117 લાભાર્થીઓએ લાભ લીધો
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, દસક્રોઈ, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 4
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને વહેલી તકે શોધવા અને સારવાર આપવા માટે સરકારી આરોગ્ય કેન્દ્રો પર છાતીનો એક્સ-રે (Chest X-ray) નિઃશુલ્ક કેમ્પ શરૂ કરાયા છે.
સી.ડી.એચ.ઓ અમદાવાદ, ડિસ્ટ્રીક્ટ ટીબી ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન અને સૂચના હેઠળ વહેલાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરુવારે નિઃશુલ્ક " છાતીના એક્સરે" કેમ્પનું આયોજન કરાયેલ જેનો 117 લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વહેલાલ ગામના સરપંચ વિનોદભાઈ પટેલ તેમજ તાજેતરમાં વહેલાલ તાલુકા સીટ પરથી ચૂંટાઈ આવેલ બી.ફાર્મ ની લાયકાત ધરાવતા સદસ્ય પીનલબેન પટેલે મુલાકાત લીધી હતી.
એક્સ-રે દ્વારા ટીબીના કેસોનું વહેલું નિદાન થાય અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુથી ગુરૂવારે સવારે 9 થી 5 દરમિયાન યોજાયેલ કેમ્પમાં વહેલી સવારથીજ લાભાર્થીઓની લાઈનો લાગી હતી. કેમ્પમાં ડાયાબીટીસ,બીપી,ફેફસાના દર્દીઓ ,છાતીમાં દુખાવો થતો હોય ,જેઓની રોગ પ્રતિકારક શકિત ઓછી થઈ ગઈ હોય, 60 વર્ષથી ઉપરના તેમજ ટીબીના દર્દીઓ, દારૂ બીડી સિગારેટના વ્યસનીઓ જેવા 117 લાભાર્થીઓએ લાભ લીધો હતો. છાતીના એક્સરે ની 700 -1000 ફી ચૂકવવી પડતી હોય છે.કેમ્પથી લાભાર્થીઓ નો સમય અને નાણાં બંને બચશે. કેમ્પ દરમિયાન 64 પુરુષ તેમજ 53 મહિલા એમ 117 લાભાર્થીઓએ નિઃશુલ્ક છાતીના એક્સરે કઢાવ્યા હતા. કેમ્પ દરમિયાન 7 જેટલા શંકાસ્પદ ટીબીના દર્દીઓ મળી આવેલ જ્યારે 16 જેટલા છાતીના અન્ય રોગના દર્દીઓ મળી આવેલ.
નવોદિત મહિલા સદસ્યએ કેમ્પની મુલાકાત લાભાર્થીઓને મળ્યા
વહેલાલ તાલુકા સીટ પરથી તાજેતરમાં ચૂંટાઈ આવેલ મૂળ વહેલાલના યુવા મહિલા સદસ્ય અને એમ.ફાર્મ થયેલ પીનલબેન પટેલે હજુ શપથ ગ્રહણ કર્યા નથી અને ચૂંટણીમાં દોડધામનો થાક ઉતર્યો નથી છતાં નિઃશુલ્ક કેમ્પની મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે બેસી કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું.




