મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

માનસિક અસ્વસ્થ મહિલાએ બાથરૂમ અંદરથી લોક કરી દેતા અને પાડોશી સગીરે, સગીરા સાથે બળજબરી કરતા અભયમ બોલવાઈ

માનસિક અસ્વસ્થ મહિલાએ બાથરૂમ અંદરથી લોક કરી દેતા અને પાડોશી સગીરે, સગીરા સાથે બળજબરી કરતા અભયમ બોલવાઈ — ફોટો 1

            અમદાવાદ શહેરમાં માનસિક અસ્વથ આધેડ મહિલાએ બાથરૂમમાં દરવાજો અંદરથી બંધ કરી દેતા ભાઈએ તેમજ અન્ય બીજા કિસ્સામાં સગીર છોકરો પાડોશમાં રહેતી સગીરા ના ઘરમાં ઘુસી જબરજસ્તી કરતા માતાએ અભયમ ની મદદ લીધી હતી.પ્રથમ કિસ્સામાં મહિલાને માનસિક આરોગ્ય કેન્દ્રમાં અને બીજા કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

     55 વર્ષીય મહિલાએ બાથરૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને ચાર કલાક સુધી બહાર ન આવતાં તેમના ભાઈએ “અભયમ” હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. ટીમ ઘટના સ્થળે પહોંચી અને લાંબા સમય સુધી કાઉન્સેલિંગ કરીને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતાં મિસ્ત્રી બોલાવી દરવાજો તોડવામાં આવ્યો. મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા માનસિક તકલીફથી પીડાતી હતી અને દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. તેઓ એકાંતમાં રહેતા અને પરિવાર સાથે સંવાદ પણ કરતા નહોતા. અંતે અભયમ ટીમે તેમને શહેરના માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરાવી સારવાર માટે મોકલી આપ્યા.

    બીજા બનાવમાં એક સગીર છોકરાએ પાડોશમાં રહેતી સગીરા ઘરમાં એકલી હોવાની તકનો લાભ લઈ ઘરમાં ઘુસી જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો. સગીરાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા, જેના કારણે છોકરો સ્થળ પરથી ભાગી ગયો.પછી મજૂરી કામે ગયેલી માતાને ઘટના અંગે જાણ થતા તેમણે તરત જ ઘરે આવી પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ મામલે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

     આ બંને કિસ્સાઓમાં સમયસર પગલાં લેવાતા મોટી ઘટનાઓ ટળી છે અને પીડિતોને યોગ્ય મદદ મળી છે.