મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સદભાવના વૃદ્ધાશ્રમમાં વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય માટે ફિઝીયોથેરાપી કેમ્પ

સદભાવના વૃદ્ધાશ્રમમાં વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય માટે ફિઝીયોથેરાપી કેમ્પ — ફોટો 1

રાજકોટ નજીક આવેલા સદભાવના વૃદ્ધાશ્રમ, વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર (મોટા રામપર પાસે, જામનગર-રાજકોટ હાઈવે) ખાતે તા. ૨૪/૦૪/૨૦૨૬ (શુક્રવાર) ના રોજ ફિઝીયોથેરાપી કોલેજ, મારવાડી યુનિવર્સિટી દ્વારા ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલોને આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી.

આ કેમ્પનો મુખ્ય હેતુ વડીલોને ફિઝીયોથેરાપી મૂલ્યાંકન, હાડકાં અને સાંધાના દુખાવાની તપાસ, તેમજ યોગ્ય વ્યાયામ અને દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવી આરોગ્ય સંબંધિત સલાહ આપવાનો હતો. કેમ્પ દરમિયાન વડીલોના સામાન્ય આરોગ્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેમને દુખાવો ઘટાડવા તેમજ ચાલવા-ફરવામાં સરળતા રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું માર્ગદર્શન ડૉ. શાહરુખખાન ચૌહાણ (PT), તેમજ માસ્ટર ના વિદ્યાર્થી ડૉ. આર્યા દઢાણિયા (PT) અને ડૉ. ખુશી મારકાણા  (PT) દ્વારા આપવામાં આવ્યું હતું. સાથે સાથે બી. ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓએ પણ સક્રિય રીતે ભાગ લઇ કેમ્પને સફળ બનાવ્યો હતો.

આવો પ્રયત્ન વડીલો માટે આરોગ્ય જાગૃતિ લાવવા, તેમની જીવનશૈલી સુધારવા અને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. મારવાડી યુનિવર્સિટી દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ પ્રશંસનીય છે.