મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નશો કરી આવેલ 2 દીકરી 1 દીકરાના પિતાએ પત્નીને કાઢી મુકતા પત્નીએ અભયમની મદદથી પરિવાર વિખરાતો બચાવ્યો

નશો કરી આવેલ  2 દીકરી 1 દીકરાના પિતાએ પત્નીને કાઢી મુકતા પત્નીએ અભયમની મદદથી પરિવાર વિખરાતો બચાવ્યો — ફોટો 1

     લગ્નના 13 વર્ષ બાદ પણ બે દીકરી અને એક દીકરાના પિતા દ્વારા અવાર-નવાર નશો કરી પત્નીને મારઝૂડ કરવી અને ઘરમાંથી કાઢી મુકવાની ઘટના સામે આવતા મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો.

     અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે પતિ લાંબા સમયથી નશાની હાલતમાં પત્ની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો અને વારંવાર ઘરમાંથી કાઢી મુકતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અભયમ ટીમે પતિને સમજાવ્યું કે છેલ્લા 13 વર્ષથી પત્નીએ પરિવારની તમામ જવાબદારીઓ નિભાવેલી છે, અને હવે જ્યારે પત્નીને તેના સહયોગની જરૂર છે, ત્યારે તેનો ત્યાગ કરવો યોગ્ય નથી.

      ટીમે પતિને સમજાવ્યું કે પતિ-પત્ની સંબંધમાં પરસ્પર સાથ, સહકાર અને સન્માન ખુબ જ જરૂરી છે. સાથે સાથે કાયદાકીય સમજણ પણ આપવામાં આવી હતી.આ સમજણ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને લેખિતમાં ખાતરી આપી કે તે હવે પછી પત્ની સાથે શાંતિપૂર્ણ રીતે રહેશે, તેને ઘરમાંથી બહાર કાઢશે નહીં અને તેના માન-સન્માનને ઠેસ પહોંચે તેવા શબ્દોનો ઉપયોગ પણ નહીં કરે. આ રીતે અભયમ ટીમની સામાજિક અને કાયદાકીય સમજણથી એક વિખરાતા પરિવારને ફરી એક સાથે રાખવામાં સફળતા મળી હતી.