મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બાળકો માટે આરોગ્ય જાગૃતિ કેમ્પ શ્રી મુંજકા શાળામાં યોજાયો

રાજકોટ ખાતે શ્રી મુંજકા પ્રાથમિક શાળા-૧ માં તા. ૧૧/૦૪/૨૦૨૬ના રોજ ફિઝીયોથેરાપી કોલેજ મારવાડી  યુનિવર્સિટીની  “Fit Body–Right Posture–Healthy Breathing” વિષય પર ફિટનેસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના કુલ ૫૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બેસવાની, ઊભા રહેવાની અને દૈનિક શાળા પ્રવૃત્તિઓ દરમિયાન યોગ્ય પોશ્ચર અંગે જાગૃતિ લાવવાનો હતો. સાથે સાથે, શારીરિક તંદુરસ્તી, દૈનિક વ્યાયામનું મહત્વ અને ફેફસાંની ક્ષમતા વધારવા માટે સરળ શ્વાસવ્યાયામની તાલીમ આપવામાં આવી હતી. આ અભિયાન દ્વારા નાની ઉંમરે થતી સમસ્યાઓ જેવી કે વાંકું બેસવું, ખભા આગળ ઝૂકવા જેવી સમસ્યાઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓનું હાઇટ, વજન, બીએમઆઈ  અને ફેફસાંની કાર્યક્ષમતા જેવી પ્રાથમિક તપાસો પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું માર્ગદર્શન ડૉ. કુલદીપ રામાવત દ્વારા આપવામાં આવ્યું હતું, તેમજ ડો .ઘ્વનિકાબા જાડેજા , ડો .ક્રિષ્ના દેવળીયા, ડો. અગુસ્ટિનો સાઇમોન વિદ્યાર્થીઓએ સહયોગ આપ્યો હતો.

આ પહેલ “સ્વસ્થ જીવનશૈલી” તરફ વિદ્યાર્થીઓને પ્રેરિત કરે છે અને આરોગ્ય સાથે શિક્ષણનું સંકલન મજબૂત બનાવે છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા યુનિવર્સિટી અને શાળા વચ્ચે સહકાર વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.