મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

16 વર્ષ પૂર્વેની પત્નીને મળતા હોવાની શંકાએ અને ડ્રેસ નહિ લઈ આપતા બીજી પત્નીએ અભયમ બોલાવી

16 વર્ષ પૂર્વેની પત્નીને મળતા હોવાની શંકાએ અને ડ્રેસ નહિ લઈ આપતા બીજી પત્નીએ અભયમ બોલાવી — ફોટો 1

     4 વર્ષ પૂર્વે ઓનલાઇન લગ્ન વિષયક વેબસાઈટ પરથી લગ્ન કરેલ પતિ, 16 વર્ષ પૂર્વે છુટાછેડા લીધેલ પૂર્વ પત્ની સાથે વાતચીત કરતા બીજી પત્નીએ અભયમ બોલાવી પતિએ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ કરી હતી.

    મહિલાના ઘેર જઇ કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યું કે અમે લગ્નવિષયક વેબસાઈટ પરથી 4 વર્ષ પૂર્વે લગ્ન કરેલ છે.અમારા બંનેના બીજા લગ્ન છે.લગ્ન બાદથીપતિ બીજી પત્ની અને દીકરી ને મળવા જાય છે. પતિનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે મેં કોઈજ છેતરપીંડી કરી નથી મેં લગ્નવિષયલ વેબસાઈટ માં મારો બાયોડેટા મુકેલ તેમાં સ્પષ્ટતા કરી હતી કે 16 વર્ષ પહેલાં પહેલી પત્ની સાથે છુટાછેડાનું કારણ  સાટા પદ્ધતિ મારી અને મારી બહેનનું લગ્ન સાટા પદ્ધતિ રીતરિવાજ મુજબ થયેલ,મારી બહેનને સારૂ ન રાખતા મારી બહેન ઘેર આવી ગઈ હતી.આથી મારા પણ કોર્ટ ધ્વારા છુટાછેડા થયા છે. હું 16 વર્ષથી હું મારી પૂર્વ પત્નીને પણ નથી મળ્યો.મારી હાલની મિલ્કતો બીજી પત્નીના નામે છે.મેં કોઈ છેતરપીંડી કરી નથી.એટલુંજ નહિ બીજી પત્ની રોજબરોજ ડ્રેસ,કપડાં,વસ્તુઓ  ઓનલાઇન ખરીદી કરે છે જેનો ખર્ચ પણ હું ચૂકવું છું.મારી આવક કરતા ખર્ચ વધુ કરે છે.અત્યારે ધંધો મંદો છે કાલે તેને બે ડ્રેસ નહીં લઈ આપ્યા એમાં આ ઝઘડો કરેલ છે.પિયર જવું છે પણ મેં કહ્યું 15 દિવસ પછી જા ત્યાં સુધી ટિકિટના પૈસાની સગવડ થઈ જશે.

     અભયમે મહિલાને પતિ પર નાણાકીય બોજ ના પડે માટે  બિન ઉપયોગી ખર્ચ ન કરવા સલાહ આપી ,અને પતિએ 15 દિવસમાં ટીકીટ કઢાવી આપશેની બાંહેધરી આપતા સમાધાન થયું છે.