GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉપલેટામાં મોટો રાજકીય ઉલટફેર: 11 ડુમીયાણી જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણીના સમીકરણો બદલાયા!
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ઉપલેટાપ્રકાશિત :

ઉપલેટામાં મોટો રાજકીય ઉલટફેર: ૧૧ ડુમીયાણી જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણીના સમીકરણો બદલાયા. ડુમીયાણી બેઠકના અપક્ષ ઉમેદવાર જયાબેન ભરતભાઈ મેત્રાએ ભારતીય જનતા પાર્ટીને આપ્યું ખુલ્લું સમર્થન. જયાબેન મેત્રાનું સમર્થન મળતા ભાજપના ઉમેદવાર ભારતીબેન મજબુતભાઈ હુંબલની જીતની દાવેદારી વધુ મજબૂત બની.
ઉપલેટા ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ: અપક્ષ મહિલા સદસ્યના પતિએ વિધિવત રીતે ધારણ કર્યો કેસરિયો ખેસ ચૂંટણી પહેલા જ અપક્ષના ટેકા અને પક્ષપ્રવેશથી ડુમીયાણી બેઠક પર ભાજપનું પલ્લું ભારે થયું વિકાસના કામોથી પ્રેરાઈને અપક્ષ ઉમેદવાર અને તેમના પરિવારે ભાજપ સાથે જોડાવાનો લીધો મહત્વનો નિર્ણય.
