GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પ્રિંન્સિપાલ પતિને, પ્રેમિકા શિક્ષિકા સાથે પ્રિન્સિપાલ પત્નીએ રંગેહાથ ઝડપી અભયમ બોલાવી
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ ગ્રામયની સરકારી સ્કૂલના પ્રિન્સિપાલનો પોતાની જ સ્કૂલની શિક્ષિકા સાથે લાંબા સમયથી ચાલતો અફેર બહાર આવતા પરિવારજનોમાં તણાવ સર્જાયો હતો. આ મામલે પ્રિન્સિપાલની પત્નીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી.
અભયમ ટીમ સ્થળ પર પહોંચી પીડિતાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે તેમના લગ્નને 16 વર્ષ થયા છે અને તેમને 13 વર્ષનો વિકલાંગ દીકરો છે. પતિ છેલ્લા 9 વર્ષથી સ્કૂલમાં કામ કરતી એક પરણિત શિક્ષિકા સાથે સંબંધમાં હતા. આ પરિણીત શિક્ષિકાએ મહ પોતાના પતિને છૂટાછેડા આપી દીકરી સાથે અલગ રહેવાનું પસંદ કર્યું હતું.પીડિતાએ પતિને અફેર છોડાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. અડધી રાત્રે પણ પતિ તે મહિલાના ઘરે જતા હોવાની જાણ થતાં પીડિતાએ શિક્ષણ કમિટીમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં આરોપ સાચા સાબિત થતાં બંનેને અલગ અલગ સ્કૂલમાં બદલી અને દંડ પણ કરવામાં આવ્યો હતો. છતાં બંને વચ્ચેનો સંબંધ ચાલુ રહ્યો.
તાજેતરમાં પીડિતાએ પોતાના પતિને તે મહિલાના ઘરે પકડી પાડતા ફરી એકવાર અભયમ હેલ્પલાઇનનો સહારો લીધો હતો. પતિના કાઉન્સેલિંગ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે તેઓ આ સંબંધમાંથી બહાર આવવા માંગે છે, પરંતુ ઘરના સભ્યો દ્વારા વારંવાર આ બાબત ઉઠાવાતા તેઓ માનસિક તણાવ અનુભવે છે.
સમગ્ર હકીકત જાણ્યા બાદ અભયમ ટીમે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરીને કાયદાકીય માહિતી આપી. અંતે પતિએ અન્ય મહિલასთან સંબંધ નહીં રાખવાની બાંયધરી આપી, જ્યારે પત્નીએ પણ આ મુદ્દે ઘરમાં વારંવાર ચર્ચા નહીં કરવાની ખાતરી આપી. બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું.
