મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સગીર દીકરી પર કમાણીનો બોજ નાખી પરસ્ત્રી-પુરુષ સાથે મોજ કરતા માતા પિતાના ત્રાસથી છૂટવા દીકરીએ અભયમ બોલાવી

સગીર દીકરી પર કમાણીનો બોજ નાખી પરસ્ત્રી-પુરુષ સાથે મોજ કરતા માતા પિતાના ત્રાસથી છૂટવા દીકરીએ અભયમ બોલાવી — ફોટો 1

અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક 16 વર્ષની સગીરાએ અભયમવ હેલ્પલાઇન પર કોલ કરી પરિવારના તણાવ અને ત્રાસ અંગે મદદ માંગી હતી. અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું.સગીરાએ જણાવ્યું કે તે ધોરણ 9માં અભ્યાસ કરે છે અને સિલાઈ મશીન ચલાવી થોડા પૈસા કમાય છે. તેની માતા ઘર છોડીને પિયર રહેવા ગઈ છે અને ક્યારેક બીમારીના બહાને પૈસા માંગે છે. બીજી તરફ પિતા, કાકા અને દાદી પણ પૈસા માંગતા અને ત્રાસ આપતા હોવાનું જણાવ્યું. નાનો ભાઈ સાથે ઝગડો થતાં કાકાએ તેને માર માર્યો હતો.

    તપાસ દરમિયાન પિતાએ જણાવ્યું કે તેઓ અઢી વર્ષ સુધી દુબઈમાં હતા. તે દરમિયાન પત્ની પરપુરુષ સાથે સંબંધ રાખતી હોવાનો આરોપ લગાવ્યો અને સમજાવતાં પત્ની ઘર છોડીને ચાલી ગઈ હોવાનું જણાવ્યું. તેઓએ આ પણ કહ્યું કે પત્ની દીકરી પાસેથી પૈસા મંગાવે છે અને પરિવાર વિરુદ્ધ ભડકાવે છે.વિડિઓ કોલ દ્વારા પત્નીનું કાઉન્સેલિંગ કરતાં તેણે આ આરોપોને નકારી કાઢ્યા અને પતિ પર પણ પરસ્ત્રી સંબંધના આક્ષેપો કર્યા.

          અભયમ ટીમે પિતાને સ્પષ્ટ જણાવ્યું કે પત્ની અને બાળકોનું ભરણપોષણ કરવું તેમની કાનૂની જવાબદારી છે અને સગીર દીકરી પાસેથી કમાણી કરાવવી ગુનો છે. સાથે જ દીકરીને યોગ્ય શિક્ષણ આપવું જરૂરી હોવાનું સમજાવ્યું.આ માર્ગદર્શન બાદ પિતાએ પરિવારનું ભરણપોષણ કરવાની, દીકરીને ભણાવવાની અને તેને કોઈપણ પ્રકારનો ત્રાસ ન આપવાની ખાતરી આપી. આ રીતે અભયમની સમયસર દખલથી મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો.