GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મોટી બહેને નાની બહેનના ફોટા-વીડિયો વાયરલ કરતા મોટી બહેને અભયમ બોલાવી, અભયમે ફોટા ડીલીટ કરાવ્યા
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ શહેરમાં એક પરિવારમાં મોટી બહેન દ્વારા નાની બહેનના વ્યક્તિગત ફોટા અને વિડિઓ તેની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વાયરલ કરાતા નાની બહેને 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી નાની બહેનનું કાઉન્સેલિંગ કરતા તેણે જણાવ્યું કે તેની ઉંમર 22 વર્ષ છે, જ્યારે મોટી બહેન 34 વર્ષની છે. માતાનું અવસાન થયેલ હોવાથી બંને બહેનો, એક ભાઈ અને પિતા સાથે રહે છે. પિતા વૃદ્ધ હોવા છતાં ઘરકામ સંભાળે છે. મોટી બહેન વારંવાર તેની મંજૂરી વિના ફોટા-વિડિયો સોશિયલ મીડિયામાં શેર કરી માનસિક હેરાનગતિ કરતી હતી અને અનેક વખત સમજાવ્યા છતાં તે ડીલીટ કરતી નહોતી.પિતાનું કાઉન્સેલિંગ કરતા તેમણે પણ જણાવ્યું કે મોટી દીકરી આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને કોઈની વાત સાંભળતી નથી.
અભયમ ટીમે મોટી બહેનને સમજાવ્યું કે કોઈપણ વ્યક્તિની મંજૂરી વિના તેના વ્યક્તિગત ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવું સાયબર ગુનો છે અને તેના માટે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. સમજાવટ બાદ મોટી બહેને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી. ત્યારબાદ મોટી બહેનના મોબાઈલમાંથી સંબંધિત ફોટા-વીડિયો ડીલીટ કરાવવામાં આવ્યા અને તેની પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવી કે ભવિષ્યમાં કોઈના પણ ફોટા-વીડિયો તેની મંજૂરી વિના શેર નહીં કરે.અભયમ ટીમની યોગ્ય કાર્યવાહીથી પરિવારનો વિવાદ શાંતિપૂર્વક ઉકેલાયો અને નાની બહેને અભયમનો આભાર વ્યક્ત કર્યો.
