GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભુવાલડી જીલ્લા સીટ તેમજ વહેલાલ તાલુકા સીટ ભાજપનો ઢોલ નગારા સાથે લોક સંપર્ક
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, દસક્રોઈ અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 2
ગુજરાતમાં હાલ ચારેય તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ભારે ગરમાવો જામ્યો છે. પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તમામ રાજકીય પક્ષના ઉમેદવારો હવે પ્રચાર માટે મેદાને ઉતર્યા છે અને હવે કાર્યકરો સાથે ઘરે ઘરે જઈને જનતા સાથે સંપર્ક સાધી રહ્યા છે.ચૂંટણી આડે અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે ગરમીની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગરમી જોવા મળી રહી છે. દસક્રોઈ ની ભુવાલડી જીલ્લા સીટના ઉમેદવાર શીતલબેન હરેશભાઇ ઠાકોર તેમજ વહેલાલ તાલુકા સીટના ઉમેદવાર પીનલ નિકેત પટેલ કાર્યકરો સાથે વહેલાલ હુકા સહિત ના ગામોમાં ઘેર ઘેર લોકસપર્ક માં નીકળ્યા હતા.
ડીજે સાથે પરંપરાગત ઢોલ નગારા સાથે ભારત માતા કી જય ના નારા સાથે ઉમેદવારો કાર્યકરો સાથે ઘેર ઘેર જઈ ઉમેદવારો બે હાથજોડી, વડીલોને પગે પડી આશીર્વાદ મેળવી મત માંગતા હતા.
ભુવાલડી સીટ પર ભાજપના ઉમેદવાર શીતલબેન ઠાકોર એડવોકેટ છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબેન વાઘેલા 12 પાસ છે.વહેલાલ તાલુકા સીટના ભાજપ ઉમેદવાર પીનલબેન પટેલ એમ.ફાર્મ છે જ્યારે હરીફ કોંગ્રેસના ઉમેદવાર હીનાબેન ઠાકોર 10 પાસ છે.વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી ભાજપ નો તાલુકા પંચાયત થી લઈ વિધાનસભા લોકસભામાં દબદબો જીત જોવા મળે છે.ત્યારે તાજેતરની ચૂંટણીમાં પણ રસાકસી ના જંગ બાદ ભાજપના ઉમેદવારો વિજયી બનશે તે નક્કી છે.જોકે કોંગ્રેસ ઉમેદવારો કાર્યકરોએ જીત માટે એડીચોટી નું જોર લગાવ્યું છે ત્યારે ભાજપ માટે જીત આસન નહિ હોય,ઉમેદવારોના એજ્યુકેશન ની દ્રષ્ટિએ ભાજપના ઉમેદવારો એડવોકેટ તેમજ એમ ફાર્મની ડીગ્રી ધરાવે છે.વિસ્તારમાં એજ્યુકેટેડ મતદારો વધુ છે તેમજ વિકાસ ઉત્તરોત્તર વધતો જાય છે ત્યારે મતદારો ભાજપ ને વિજયી બનાવશે પરંતુ સરળતાથી ભાજપ જીતી પણ નહીં જાય.


