GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બોરસદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ ૧ના બીજેપી ઉમેદવારોનો પ્રચાર આજથી શરૂ
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 5
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ રહી છે ત્યારે બોરસદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થતા આજરોજ બીજેપી ઉમેદવારો ધ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. બોરસદ માં વોર્ડ -૧ માં બીજેપી ઉમેદવારો અમિતભાઈ પટેલ, પિયુષકુમાર પરમાર, રેશ્માબેન પટેલ,પૂર્વિબેન પટેલ અને કાર્યકર્તા સાથે મળીને 'ભાજપના ઉમેદવારની પેનલને મત આપી અપાવી વિજયી બનાવશો'ના આગ્રહ સાથે જનતા સાથે સંપર્ક શરૂ કર્યો.
આ ચૂંટણીમાં તમામ વોર્ડમાં ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ ગરમાયો છે. તો હવે જનતાના પર નિર્ભર છે કે તે કોને પોતાના વોર્ડના ભાવિ ઉમેદવાર તરીકે નક્કી કરવાનો નિર્ણય લે છે. દરેક ઉમેદવાર માટે આ વર્ષની ચૂંટણી ખૂબ કઠીન લાગી રહી છે. જનતાના મૂડને જોઈએ તો હવે જોવાનું રહ્યું કયા-કયા ઉમેદવારો જનતાની કસોટી પર તરી આવે છે.





