મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

લગ્નની લાલચ આપી ચાર વર્ષ સુધી શોષણ કરનાર પ્રેમી સામે કાર્યવાહી

લગ્નની લાલચ આપી ચાર વર્ષ સુધી શોષણ કરનાર પ્રેમી સામે કાર્યવાહી — ફોટો 1

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં દગાખોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખી, લગ્ન કરવાની લાલચ આપી યુવતીને અનેકવાર ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવનાર પ્રેમીએ અંતે પોતાના સમાજમાં જ લગ્ન નક્કી કરતા યુવતીએ “અભયમ 181”ની મદદ લીધી હતી.         

મળતી માહિતી મુજબ, યુવતી રોજ જીમ જતી હતી જ્યાં તેનો જીમ ટ્રેનર સાથે પરિચય થયો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમીએ લગ્ન કરવાની ખાતરી આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને અનેકવાર ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભપાત કરાવ્યા હતા. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે પ્રેમીએ સમાજ-જાતિ અલગ હોવાનો બહાનો આપી લગ્નથી ઈન્કાર કર્યો અને પોતાના સમાજની યુવતી સાથે લગ્ન નક્કી કરી દીધા. આથી વ્યથિત યુવતીએ અભયમને સંપર્ક કર્યો હતો.

અભયમ ટીમે ઘટના સ્થળે પહોંચી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું અને પરિવારને જાણ કરી બંને પક્ષોને સામસામે બેસાડ્યા. જોકે, પ્રેમીએ ફરી લગ્નથી ઈન્કાર કરતા અભયમ ટીમે તેને પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો. પોલીસ સ્ટેશનમાં યુવતીના સગાઓ એકત્ર થઈ પ્રેમીને મારવા તત્પર થયા હતા, પરંતુ દગો આપનાર હોવા છતાં યુવતીએ વચ્ચે પડી પ્રેમીને બચાવવા વિનંતી કરી હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપી પ્રેમી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.