મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

આણંદ જિલ્લાના બોરસદમાં નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિકોણીયો જંગ ખેલાશે

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બોરસદ નગરપાલિકા એક રસાકસીનો માહોલ જોવા મળ્યો. તા 11 એપ્રિલના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારો દ્વારા સંયુક્ત રીતે ફોરમ ભરી પ્રાંત અધિકારીની કચેરીએ આપવા પહોંચ્યા હતા.   બોરસદમાં ટોટલ 9 વોર્ડ માં ટોટલ 36 સીટો પર ચૂંટણી લડાઈ રહી છે. જેમાં ટોટલ સીટો કરતા વધુ અપક્ષ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી છે  જેમાં 1 આપ પાર્ટીના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં ખરાખરીનો મુકાબલો થશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.   રસપ્રદની વાત એ છે કે આ વખતે ભાજપ દ્વારા જૂના વિવાદિત તમામ ઉમેદવારોને બાકાત રાખી તમામ વૉર્ડમાં બધા નવા ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે. મુખ્ય ટર્નિંગ પોઇન્ટ, અપક્ષમાં ફોર્મ ભાજપના પૂર્વ સભ્યો અને અન્ય ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં ખરાખરીનો મુકાબલો થશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.