મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગુજરાત રાજ્ય સભા સાંસદ ડૉ. જયેશ પરમારને આવેદન પત્ર આપવામાં આવ્યું

ગુજરાત રાજ્ય સભા સાંસદ  ડૉ. જયેશ પરમારને આવેદન પત્ર આપવામાં આવ્યું — ફોટો 1

સામાજિક કાર્યકર આશિષ કામદાર અને મેડિકલ સ્ટાફ સચિન પરમાર દ્વારા ગુજરાત રાજ્ય સભા સાંસદ ડો. જયેશ પરમારને મેડિકલ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓનો પગાર વધારા રજા હક અને કામના ચોક્કસ કલાક સમય અંગેની માગણી બાબતે પંચમહાલ જિલ્લા તેમજ ગુજરાત રાજ્યના તમામ મેડિકલ અને પેરામેડિકલ કર્મચારીઓ વતી  આવેદન પત્ર દ્વારા આપનું ધ્યાન પડતર માગણીઓ અને મુશકેલીઓ તરફ દોરવા, આરોગ્ય ક્ષેત્રમાં રાત દિવસ સેવા આપતા કર્મચારીઓ મુખ્યત્વે જરૂરિયાત મુજબ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે ત્યારે મેડિકલ ક્ષેત્રના તમામ લોકો વતી આવેદન પત્ર આપી માગ કરવામાં આવી છે.

(1) પગાર વધારો અને ભથ્થા 

વધતી જતી મોઘવારીના સમયમાં હાલ મેલ ફીમેલ નર્સ તેમજ હોસ્પિટલમાં અલગ અલગ રીતે ફરજ બજાવતા કર્મચારીઓ ને પગાર તેમની મહેનત કામનો સમય અને ડિગ્રી રીતે પૂરતો પગાર મળતો નથી જેમાં ખાસ કરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં માત્ર 5 થી 10 હજાર રૂપિયા જેટલા નજીવા પગાર ધોરણો માં નોકરી રાખવામાં આવે છે.

(2) કામનો સમય અને ઓવર ટાઈમ 

કર્મચારીઓ પાસે 11 થી 12 કલાક સુધી કામ લેવામાં આવે છે જેનાથી શારીરિક અને માનસિક થાક લાગે છે જેથી કામના ચોક્કસ કલાકો નિયત કરવામાં આવે અને જો વધારાનું કામ (over Time) લેવામાં આવે તો તેનું યોગ્ય વળતર આપવામાં આવે.

(3) રજાઓની સુવિધા

મેડિકલ સ્ટાફને પૂરતી રજાઓ સરકારના નીતિ નિયમ મુજબ મળતી નથી અને જો કોઈ કર્મચારીઓ રજા પાડે તો તેનો પગાર કાપી લેવામાં આવે ત્યારે આ મુદ્દે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે.

(4) કામનું વાતાવરણ અને સુરક્ષા

હોસ્પિટલ પરિસરમાં કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને ફરજ દરમિયાન આવતા માનસિક દબાણને ઘટાડવા માટે પૂરતા સ્ટાફની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.