GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
“બે માફિયા ગુંડાઓએ નિર્દોષ વ્યક્તિ પર કર્યો બેરહેમ હુમલો, CCTVમાં કેદ થયો આખો બનાવ”
રિપોર્ટેડ બાય: સંધિ અલાવદીન, પોયડા ગામપ્રકાશિત :

મારું નામ સંધિ અલાવદિન છે. હું મહેસાણા જિલ્લા ના પોયડા ગામ માં રહું છું. કાલે બપોરે 02/04/2026 સમય 1.00 PM થી 1.30 વાગેની આસ પાસ મારા ગામથી 1કિમી દુર હાઈવે પર રહેતા કંપનીમાં કામ કરતા up Bihar લોકો ના રૂમ ઉપર ગયેલ હતો એમને મને સિમ પોર્ટ ના કામથી ત્યાં મને બોલાવ્યો હતો. હું એક એરટેલ કંપનીનો કર્મચારી છું અને હું ઓન ડ્યુટી ત્યાં ગયો હતો. સિમ કાર્ડને ટ્રાન્સફર કરવા માટે હું ત્યાં મારું કામ કરી રહ્યો હતો. ત્યારે અમારા જ ગામના 2 વ્યક્તિઓ આવ્યા એકના પાસે તીખચણ હથિયાર ચાકુ એને બીજાના પાસે લોખંડી ખોલ વાળી લાકડી હતી જેમ વિડિઓમાં દેખાય છે તેમ એક મને લાકડીનો પગમાં વાર કર્યો જેથી મને પગના ભાગે ઇજા પહોંચી અને એક જણ મારા મોઢા ઉપર થપ્પડો મારવાનું ચાલુ કર્યું.
ત્યાંથી મને ઘસેડીને બાજુના જંગલ વિસ્તારમાં લઈ ગયા અને એક જણ મારા સામે ચાકુ મૂકી રાખ્યું અને બૂમો રાડો ના પાડવાની ધમકી આપી અને બીજા ઈસમ એ એક પછી એક મારા પર પગના ભાગે જોર જોરથી ઉપરા ચાપરી ઘા કર્યા મને ઢોર માર મારતા હું નીચે પડી ગયો પછી એમણે છરી બતાવી ને કીધું કે જો તે પોલીસ સ્ટેશનમાં કે ઘરમાં જાણ કરી તો અમે તને પાછો આવીજ રીતે છેતરી ને પકડીશું અને જાનથી મારી નાખશું.
એના પછી એ નાસી છૂટ્યા ત્યાંથી હું જેમ તેમ કરી પાછો બાજુ ના રહેતા રૂમ માં up બિહાર વાળા લોકો પાસે પહોંચ્યો અને ત્યાં બેસીને મારા ભાઈ ને કાકાના છોકરાને જાણ કરી મારા કાકાના છોકરો ત્યાં આવ્યો અને 108ને કોલ કર્યોં. ત્યાંથી મને નજીકના સિવિલ હોસ્પિટલ બેચરાજી લઈ ગયા. ત્યાં મારી ટ્રીટમેન્ટ કરી અને એક બાજુ પોલીસને પણ જાણ કરી. પોલીસ એમને પોલીસ સ્ટેશનમાં લઈ આવી અને જેલમાં નાખ્યા. હજી હું સિવિલમાં દાખલ જ હતો અને તે 2 આરોપીને પોલીસ દ્વારા મુક્ત કરી દેવામાં આવ્યા. એના પછી હું સવારે પાછો ગયો. f.i.r દાખલ કરવા માટે ત્યાં જતા મારી f.i.r દાખલ ના કરવામાં આવી અને મને ઇમ કહી ધમકાવી દબાવી નાખ્યો કે મેં છોકરીની છેડતી કરી છે. જે હકીકતમાં દેખાય જ છે cctv ma ત્યાં કોઈ છોકરી રેહતીજ નથી અને ઈ જે છોકરી છેડતીની વાત કરી ઈ છોકરી કોણ છે અને ક્યાં છે ઈ પણ કઈ વાત ના કરી. અને અમારું ગામ ત્યાંથી 1..થી 1.5 કિલોમીટર દૂર છે. ખોટો ઇલજામ મારા પર નાખીને કેસને દબાવી નાખ્યો અને f.i.r vagar કેસ બંધ કરી નાખ્યો. હવે હું ક્યાં જાઉં મને ક્યાં મળશે ન્યાય. હું ગરીબ વ્યક્તિ છું. સામે વાળા પૈસા વાળા છે મને એ ડર છે કાલે હું નોકરી માટે નીકળીશ તો ઘરે પાછો આવીશ કે નહીં એની કોઈ ગેરંટી નથી. આપ શ્રી ને નમ્ર વિનંતી કરું છું મને ન્યાય આપવો.