GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કુમકુમ "આનંદધામ” ખાતે પૂર્ણિમાએ સત્સંગ સભા યોજાઈ
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ હિરાપુર ખાતે ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની 11 પારાયણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધૂન કીર્તન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. અંતમાં શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની છત્રી સ્થાન ઉપર સંતો- હરિભક્તોએ સામૂહિક આરતી ઉતારી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, ચૈત્રી પૂનમના દિવસે હનુમાનજીની જયંતી ઉજવાય છે. હનુમાનજીનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે. સીતાજી પાસેથી હનુમાનજીએ જાણ્યું કે, શ્રી રામચંદ્રજીને સિંદુર બહુ જ ગમે છે, તેથી તેઓ સેંથામાં સિંદુર પૂરે છે. પછી તો હનુમાનજીએ સમગ્ર શરીર ઉપર સિંદુર લગાવી દીધું. આ હનુમાનજીના જીવનમાંથી દરેક હિન્દુએ પ્રેરણા લેવી જોઈએ અને દરેક હિન્દુએ સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવા માટે ધાર્મિક ચિહ્ન ધારણ અવશ્ય કરવું જોઈએ.
શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ દરેક સત્સંગીને કપાળમાં ઉર્ધ્વપુન્ડ્ર તિલક ચાંદલો કરવાની આજ્ઞા કરેલી છે. તે આજ્ઞા અવશ્ય પાળવી જોઈએ. આપણે હિન્દુ છીએ. તેનો આપણને ગર્વ હોવો જોઈએ. ધાર્મિક ચિહ્ન ધારણ કરવાથી આપણામાં હિન્દુ સંસ્કારો સચવાઈ રહે છે. ધાર્મિક ચિહ્ન આપણને નકારાત્મક વિચારોને રોકીને સકારાત્મકતાનો સંચાર કરે છે. આપણું આચરણ પવિત્ર હોવું જોઈએ તે સંદેશાને યાદ અપાવે છે.





