GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર પોડકાસ્ટનો કાર્યક્રમ યોજાયો
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
તા. ૨૬ માર્ચના રોજ સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર લાઈવ પોડકાસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેની અંદર મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને પ્રવક્તા પ્રો. અશ્વિનભાઈ આણદાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને માત્ર ૧૧ વર્ષની ઉંમરે ૭ વર્ષે ઉઘાડા પગે ૧ર૦૦૦ કી.મી.નું વિચરણ કર્યું છે. બદરીનાથમાં ૬ મહિના સુધી ખુલ્લા શરીરે તપ કર્યુ છે. આ તપશ્ચર્યા જ બતાવે છે કે, તેઓ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે.
માત્ર તેમણે રપ વર્ષના ટૂંકા ગાળામાં ૩૦૦૦થી વધુ સંતો,અને અનેક હરીભક્તો અને મંદિરો સ્થાપ્યા. અનેક શાસ્ત્રોની રચના કરાવી છે. આપણી હવે ફરજ બની જાય છે કે, તેમણે શિક્ષાપત્રી આદિ ધર્મગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે નિયમો પાળીને જીવન શ્રેષ્ઠમય બનાવવું જોઈએ. યુવાનોએ ખાસ કરીને દરેક પ્રકારના વ્યસનો અને કુસંગથી દૂર રહેવું જોઈએ. પહેલા માણસ કુટેવો પાડે છે અને પછી તે માણસને પાડે છે. તેથી જીવન સદાચારમય અને ભક્તિમય હોવું જોઈએ. આપણી આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ. વટ પાડી દેવા માટે જે દેવું કરે છે, તેનું પછી દેવાળું કાઢવાનો વખત આવે છે. ઘણા માણસો આત્મહત્યા કરે છે. તેની પાછળનું કારણ આર્થિક પ્રશ્નો હોય છે. જીવનમાં સુખી થવા માટે સદાચાર-સાદગી અને સંતોષ આ ગુણ કેળવવા જોઈએ.
આ પોડકાસ્ટમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે એલ.જી હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મહેશભાઈ માડોલે. ડો. અનિલભાઈ રાજપુત, શ્રી કૃતિનભાઈ યુદ્ધ પધાર્યા હતા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.





