મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અમદાવાદના વસત્રાલ વિસ્તારમાં આવેલ “Shripad Heritage” પ્રોજેક્ટમાં બિલ્ડર દ્વારા થયેલી નાણાકીય ગેરરીતિ

માનનીય સાહેબ,   હું કિશન પટેલ, વસત્રાલ, અમદાવાદનો રહેવાસી છું. મેં વર્ષ 2021 દરમિયાન “Shripad Heritage” પ્રોજેક્ટમાં ફ્લેટ નં. B-403 બુક કરાવ્યો હતો  
  1. ખોટું પોઝેશન વચન અને ભ્રામક માહિતી (Misrepresentation)
  બુકિંગ સમયે બિલ્ડર દ્વારા મને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે અંદાજે 1 વર્ષમાં (December 2022 સુધી) પોઝેશન આપી દેવામાં આવશે.   આ વચનના આધારે મેં મોટી રકમ ચુકવી હતી.   પરંતુ બાદમાં Agreement to Sell માં પોઝેશન તારીખ 31-12-2025 દર્શાવવામાં આવી, જે મૂળ વચનથી સંપૂર્ણપણે વિપરીત છે.   વધુમાં, બિલ્ડર અને તેમના મેનેજર દ્વારા વારંવાર અલગ-અલગ તારીખો આપવામાં આવી:   - July 2022 - Diwali 2022 - March 2023   આ તમામ વાતચીતના call recordings મારી પાસે ઉપલબ્ધ છે.   આજદિન સુધી પોઝેશન આપવામાં આવ્યું નથી.   આ સ્પષ્ટ રીતે ગ્રાહકોને ભ્રમિત કરીને મોટી રકમ વસૂલ કરવાનો પ્રયાસ છે.      2. ચુકવણીનો સંપૂર્ણ હિસાબ (Amount Reconciliation)   મારી તરફથી કુલ ચુકવણી નીચે મુજબ કરવામાં આવી છે:   - બેંક ટ્રાન્સફર: ₹29,20,000 - GST: ₹19,200 - મેનેજર (બિરેન પટેલ) દ્વારા cash withdrawal: ₹2,80,360 - બુકિંગ સમયે cash ચુકવણી: ₹5,00,000   કુલ ચુકવણી: ₹37,19,560   - બિલ્ડર દ્વારા બતાવેલ return: ₹5,00,000   બિલ્ડર પાસે હાલ નેટ ચુકવણી: ₹32,19,560   છતાં બિલ્ડર દ્વારા court માં માત્ર ₹24,39,200 દર્શાવવામાં આવ્યા છે, જે ખોટું છે.   3. Agreement પહેલાં જ ₹32 લાખ વસૂલ (RERA Violation)   Agreement પહેલાં જ મારી પાસેથી આશરે ₹32 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા.   પરંતુ Agreement માં માત્ર ₹19,20,000 દર્શાવવામાં આવ્યા છે.   બાકી રકમ cash  તરીકે છુપાવવામાં આવી છે.   આ RERA Act નો સ્પષ્ટ ભંગ છે.     4. 2,80,360 – Unaccounted Cash Transaction   - મેનેજર બિરેન પટેલ દ્વારા bankમાંથી cash withdrawal - cheque proof, Aadhaar proof ઉપલબ્ધ   છતાં builder ના accounts માં દર્શાવવામાં આવ્યું નથી   આ unaccounted transaction છે.   5 Ledger Manipulation & False Affidavit   - actual payment: ₹32 લાખ - court માં બતાવેલ: ₹24 લાખ ledger માં ખોટી entries કરીને રકમ ઘટાડવામાં આવી છે    આ fraud અને misleading evidence છે.   6.AMC Charges માં ગેરરીતિ   - માંગેલ AMC: ₹1,31,000 - RTI મુજબ actual: ₹26,700   વધારાની વસૂલી: ₹1,04,300   આ overcharging અને unjust enrichment છે.   7. Torrent Power Charges માં ગેરરીતિ   - actual payment: ₹15,620 - માંગેલ: ₹20,000 પ્રતિ યુનિટ વધારાની વસૂલી   126 ફ્લેટ + 10 દુકાન મુજબ લાખોમાં ગેરરીતિ.   8. આર્થિક નુકસાન (Rent + EMI)   - 2020 થી rent - 2022 થી EMI   ખોટા વચનના કારણે double financial burden   આ સીધું આર્થિક શોષણ છે.   9. પ્રોજેક્ટ સ્તરે મોટી ગેરરીતિ (Crores Level Scam)   - કુલ યુનિટ: 126 ફ્લેટ + 10 દુકાન   દરેક પાસેથી ₹10–15 લાખ cash લેવાઈ હોવાની માહિતી   અંદાજિત ગેરરીતિ: ₹13 થી ₹15 કરોડ+ Section 269SS / 269ST violation   10. Bank Loan + Double Sale (Fraud / Cheating)   પ્રોજેક્ટમાં મારી જાણ મુજબ અંદાજે 7 થી 8 મકાનોમાં ગંભીર નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે: તે મકાનો ઉપર બિલ્ડર દ્વારા અન્ય વ્યક્તિઓના નામે bank loan લેવાયો છે ત્યારબાદ તે જ મકાનો બીજા તૃતીય પક્ષને વેચવામાં આવ્યા છે (sale/booking કરવામાં આવી છે) એટલે એક જ મકાન માટે: Bank સાથે એક transaction (loan) Buyer સાથે બીજો transaction (sale)   સરકારને નુકસાન   Income Tax અને GST માં કરોડોનું નુકસાન નાના લોકોના પૈસાનો દુરુપયોગ    મારી નમ્ર વિનંતી   Shripad Heritage પ્રોજેક્ટની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવામાં આવે તમામ cash transaction અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે   માનનીય સાહેબ, આ સમગ્ર મામલો માત્ર વ્યક્તિગત નહીં પરંતુ જનહિતનો છે. આ પ્રકારની ગેરરીતિઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાં અત્યંત જરૂરી છે.