GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કુમકુમ મંદિરના સંતો દ્વારા માંડવીના દરિયા કિનારે કરાયો ભગવાનનો પુષ્પઅભિષેક
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદના સંતો માંડવી દરિયા કિનારે પધાર્યા હતા અને શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર પુષ્પોથી અભિષેક કર્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ મંત્રની - ધૂન - કીર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સત્સંગ સભા યોજાઇ હતી. જેની અંદર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ ભક્તિ અને સત્સંગ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે તે અંગે વાત કરી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ માંડવીના મહિમા અને તેના ઇતિહાસ અંગે જણાવ્યું હતું કે, ઈ.સ.1581 માં માંડવીની સ્થાપના રાવ ખેંગારજીએ કરી હતી. આજથી 400 વર્ષ પહેલા માંડવી વિશ્વમાં જહાજ બનાવવા માટે સુપ્રસિદ્ધ હતું. માંડવી કિનારે વિજય પેલેસ ખૂબ જ પ્રસિદ્ધ છે. તે ઈ.સ.1929 માં મહારાજ વિજયરાજજીએ બંધાવ્યો હતો.
માંડવીની સફેદ રેતી અને સુંદર દરિયા કિનારો ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંયા પવનચક્કી ખૂબ જ પ્રમાણમાં છે તેથી એશિયાની અંદર વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ તરીકે એ પ્રસિદ્ધ છે. આ માંડવીની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક વખત પધારેલા છે અને આ દરિયામાં સ્નાન કરેલું છે. આ માંડવીની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાને ખૈયા ખત્રી સાથે શાસ્ત્રોક્ત કર્યો હતો અને તેને સત્સંગી બનાવ્યો હતો. તે પછી માંડવીમાં અનેક સત્સંગીઓ બન્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પણ આ માંડવીના જળમાં ઘણી વખત સ્નાન કરેલું છે. કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પણ આ દરિયાના જળથી શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર અનેક વખત અભિષેક કરેલ છે અને તેમણે સ્વયમ્ પોતે સ્નાન કરેલ છે. તેથી આ માંડવીનો દરિયો કિનારો પ્રસાદીમય બનેલો છે. આવા પ્રસાદીમય જળમાં જે કોઈ સ્નાન કરે અથવા તો તે જળને મહિમા સહિત મસ્તકે ચડાવે તેના જીવનું કલ્યાણ થાય છે. તેના કારણે આજે અમે અહીંયા ભગવાન ઉપર અભિષેક અને સત્સંગ સભાનું આયોજન કર્યું હતું.





