GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નિધિ સ્કૂલ દ્વારા "વિશ્વ ચકલી દિવસ" નીમિતે કાર્યક્રમ યોજાયો
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ ચુડાસમા, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 4
નિધિ સ્કૂલ દ્વારા "વિશ્વ ચકલી દિવસ"ની ઉજવણી
રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા આજરોજ 20 માર્ચ એટલે કે "વિશ્વ ચકલી દિવસ" આ દિવાસ વિશ્વભરની ચકલીઓને અર્પણ કરવામાં આવેલ છે, શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે, વિશ્વભરમાં 2010 થી ચકલી બચાવો અભિયાન શરૂ કરવામાં આવેલ છે. વિશ્વભરમાં ચકલી તેમજ અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વના અંગ છે, તે અંગે જન જાગૃતિ સ્વરૂપે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી મડી ગયેલું સૌથી સામાન્ય પક્ષી એટલે ચકલી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે જજુમી રહ્યું છે, વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. તેમને બચાવવા માટે દરેક વ્યક્તિઓએ કંઈક કરવું જોઈએ જેથી આપણે ચકલીઓને બચાવી શકીએ. આજ રોજ નિધિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનોને ચકલીના માળાનું વિતરણ તેમજ વિસ્તારમાં ઝાડ પર, ઘરની બહાર કાઢેલી છતમાં, ચકલીના માળાઓ બાંધવામાં આવેલ હતા. ચકલીઓને કેવી રીતે બચાવી શકીએ તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી પણ જોડાયા હતા.



