મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નિધિ સ્કૂલ આયોજીત વાર્ષિક મહોત્સવ "આશાએ ખીલે દીલ કી"

રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા 12/03/2026 (ગુરુવાર) ના રોજ બપોરે 2 થી 7 ના સમય દરમિયાન રાજકોટના સુપ્રસિદ્ધ હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે વાર્ષિક મહોત્સવ "આશાએ ખેલે દિલ કી" નું આયોજન કરવામાં આવેલ હતુ.   સ્કૂલનો વાર્ષિકોત્સવ પ્રસંગ એટલે વિદ્યાર્થીઓના ભણતર અને ઘડતરની પ્રક્રિયાઓનું પ્રતિબિંબ, વાર્ષિકોત્સવમાં કે.જી થી ધો. 8 સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના 380 વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રંગમંચ પર સ્કૂલના ઉત્સાહી વિદ્યાર્થીઓ અને નાદાન ભૂલકાઓ પોતાની સુસુક્ત શક્તિઓને ઉજાગર કરેલ હતી, આ વાર્ષિકોત્સવમાં 29 કૃતિઓ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રજુ કરવામાં આવી હતી.   આ કૃતિઓમાં દેશભક્તિ ગીત, રાજસ્થાની ફોક ડાન્સ, નારી શક્તિ થીમ ડાન્સ, મહિસાસુર મર્દની ડાન્સ, કોમેડી ડાન્સ, આધ્યાત્મિક જાગૃતિનું ડ્રામા, એજ્યુકેશન થીમ ડાન્સ, દુહા છંદ, તલવાર રાસ, વૃદ્ધ માતા-પિતાનો ડ્રામા, ભરવાડ રાસ જેવી કૃતિઓ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલ, તેમજ આ વાર્ષિકોત્સવમાં વર્ષ 2025/26 દરમ્યાન કે.જી થી ધોરણ - 8 સુધીના શ્રેષ્ઠતમ પર્ફોમન્સ આપેલ વિદ્યાર્થીને "બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ" ઉપસ્થિત મહેમાનો દ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.   આ વાર્ષિકોત્સવની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બ્રહમાકુમારી નયનાદીદી,બ્રહમાકુમારી ભાગ્યોવતીદીદી દ્વારા તેમજ ઉપસ્થિત લલિતભાઈ વાડોલીયા (મહામંત્રી, ભા.જ.પ. રાજકોટ શહેર), નરેન્દ્રસિંહ જાડેજા (મહામંત્રી, ભા.જ.પ, રાજકોટ જીલ્લા), ચંદ્રસિંહ જાડેજા (એડવોકેટ), શ્રીમતી લક્ષ્મી મિશ્રા (મહીલા અગ્રણી), શ્રીમતી દુર્ગાબા જયદીપસિંહ જાડેજા (પુર્વ કોર્પોરેટર), વિજય રાઠોડ (મહામંત્રી, ભા.જ.પ આદીજાતિ મોરચો,રાજકોટ),અવિ મકવાણા (યુવા અગ્રણી, ભા.જ.પ), રાજેનભાઈ સિંધવ (ભા.જ.પ અગ્રણી, રાજકોટ) દ્વારા કરવામાં આવેલ, આ વાર્ષિકોત્સવમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીના વાલીઓ ઉપિસ્થત રહેલ અને કાર્યક્રમ નિહાળેલ, કાર્યક્રમનુ સંચાલન પૂર્વા ગોહેલ તેમજ રજીયા રાજપરી દ્વારા કરવામા આવેલ હતુ,આ વાર્ષિકોત્સવને સફળ બનાવવા માટે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ અને વિદ્યાર્થી ગણ કાર્યરત રહેલ હતા.