GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભરૂચ પાસેના ઉમરવા ગામ ખાતે કુમકુમ મંદિર દ્વારા સત્સંગ સભા યોજાઈ
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
ભરૂચ પાસેના ઉમરવા ગામ ખાતે સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંતો દ્વારા સત્સંગ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન - કીર્તનભક્તિ કરવામાં આવી હતી. સત્સંગ સભામાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ સૌને સત્સંગમાં દ્રઢતા થાય તેવા પ્રેરક પ્રવચન કર્યા હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, માણસે જીવનમાં સુખી થવું હોય તો દરેક કાર્યમાં ક્યાંક પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ. વાક્યમાં પૂર્ણવિરામ ના આવે તો એ વાક્ય કેવું લાગશે? રેલ્વેમાં બેઠા પછી કોઈ સ્ટેશન જ ના આવે તો, તે મુસાફરી સુખદાયી ના થાય. તેમ જીવનમાં પણ વસ્તુઓનો સંગ્રહ, પંચવિષયના ભોગ એ બધામાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો સુખી થઈશું.
ધન, આયુષ્ય, સ્ત્રી, અને ભોજન આ ચારની અંદર અત્યાર સુધીમાં કોઈને તૃપ્તિ થઈ નથી, અને થવાની પણ નથી. તેથી સંસારના સુખમાં પૂર્ણવિરામ મૂકીને, શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં સુખ મનાશે અને તે પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરીશું ત્યારે શાશ્વત સુખની પાપ્તિ થશે. ગોળ નાંખીએ તેટલું ગળ્યું થાય, તેમ જેટલો સત્સંગ કરીએ તેટલું વધુ સુખી થવાય છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં માટે જ કહે છે કે, ભક્તિ અને સત્સંગ કર્યા વગર ગમે તેવો મોટો હોય તોપણ તેને દુઃખ મટતાં નથી. તેથી નિત્ય નામસ્મરણ, પ્રાર્થના, સદ્ગ્રંથોનું પઠન, સંતોનો સમાગમ કરવો જોઈએ.





