મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બોરસદમાં T20 World Cup 2026 નું લાઈવ પ્રસારણ

બોરસદમાં T20 World Cup 2026નું લાઈવ પ્રસારણ    તારીખ ૦૮/૦૩/૨૦૨૬ ને રવિવારના દિવસે T20 World Cup ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે તેનું લાઈવ સ્ટ્રીમિંગનું આયોજન શ્રી આશાપુરી પગપાળા સંગ કમિટી બોરસદ દ્વારા ક્રિકેટ મેચ નું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું.   આ ભવ્ય આયોજનમાં ક્રિકેટ મેચ નિહાળવા મોટી સંખ્યામાં લોકો જોવા આવ્યા અને આયોજક દ્વારા નાસ્તા,પાણી નું પણ નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ સોલંકી, બોરસદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આરતીબેન પટેલ તથા બોરસદના બીજેપી કાર્યકરો જનક,ઉજ્જવલ,મેહુલ,કોકો રાવ એ પણ ઉપસ્થિત રહી મેચનો આનંદ માણ્યો હતો.