GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વિરપુર તાલુકાના ખાટામાં મેળામાં જવાની બાબતે શખ્સ પર તલવાર વડે હુમલો
રિપોર્ટેડ બાય: રીપોર્ટર- વિપુલ જોષી, વિરપુરપ્રકાશિત :
ફોટો 1 / 2
મહિસાગર વિરપુર ખાટા ભાગ-1 ચાડીયાના મેળામાં જવાની બાબતે શખસ પર તલવાર ચલાવી જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. જે અંગે વિરપુર પોલીસે ફરીયાદ નોંધી હતી.
મહિસાગર વિરપુર વિસ્તારમાં ખાટા ભાગ -1, ખાટા ભાગ-2 નામના અલગ અલગ વિસ્તારોમાં ભરાતા ચાડીયાના મેળા ઉત્સવના નામે શખસ પર જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. ખાટા ભાગ-1 ના આગેવાનોએ ભેગા મળી ખાટા ભાગ-2 ના ચાડીયાના મેળામા નહિં જવાનું નકકી કર્યુ હતુ. જેને અનુસરીને ખાટા ભાગ-1માં રહેતા શનાભાઇ ભલાભાઇ પગીએ ખાટા ભાગ-2ના મેળામાં નહી જઇને ગ્રામજનોના નિર્ણયને અનુમોદન આપ્યુ હતુ.
જો કે, તેઓ ખાટા ભાગ-1ના મેળામાં હિસ્સેદારી કરવાની તૈયારીમાં હતા. ત્યારેજ ગામના કાળુભાઇ ભલાભાઇ પગી હાથમાં તલવાર લઇને શનાભાઇના ઘરની પાછળથી પસાર થયો હતો. ભુંડા બોલી ગાળો બોલી આ શખ્સ હું ખાટા ભાગ-2 ના મેળામા જવાનો છું, તે પ્રકારે બબડતો હતો. જે અંગે શનાભાઇએ આગેવાનોની મિટીંગમાં ખાટા ભાગ-2 ના મેળામા જવાની ના છતાં કેમ જાવ છો તે પ્રકારનો પ્રશ્નાર્થ કરતા કાળુભાઇ ભલાભાઇ પગી શનાભાઇ પર તુટી પડયો હતો. અને તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. તે સ્થિતિમાં શનાભાઇએ બે હાથ વડે તલાવર પકડી હિંસક હુમલો ખાળ્યો હતો. તેમ છતાં તલવારના હુમલાએ જમણા હાથ અને છાતીમાં ગંભીર ઇજાઓ પહોચી હતી. જે અંગે શનાભાઇ પગીએ હુમલાખોર સામે વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.


