GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સુરતના કતાર ગામ ખાતે કુમકુમ મંદિર દ્વારા સત્સંગ સભા યોજાઈ
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
6 માર્ચના રોજ સુરતના કતારગામ ખાતે સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર અમદાવાદના સંતો દ્વારા સત્સંગ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન - કીર્તન ભક્તિ કરવામાં આવી હતી. સત્સંગસભામાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ સૌને સત્સંગમાં દ્રઢતા થાય તેવા પ્રેરક પ્રવચન કર્યા હતાં.
આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં ઘણા માણસો દુઃખી હોય છે, તેથી તેમને ટેન્શન રહેતું હોય છે. દુઃખને ભૂલવા માટે, ટેન્શનથી મુક્ત થવા માટે રાત્રે ઉંઘની ગોળી લે છે, છતાંય તેમને ઉંઘ આવતી નથી. પરંતુ દુઃખથી મુક્ત થવા માટે ગોળી લેવાની જરૂર નથી. ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે મેડીસીન નહી, મેડીટેશનની જરૂર છે. તેથી ભગવાનનું ધ્યાન કરવાની ટેવ સૌ કોઈએ પાડવી જોઈએ. આપણા ઋષિમુનિઓ અને સંતો ધ્યાન કરીને જ શાશ્વત સુખને પામ્યા છે અને આપણને ધ્યાન કરવાનું જ કહે છે. ટેન્શનમાંથી મુક્ત થવા માટે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.
દરેક ક્રિયામાં ભગવાનને સાથે અને માથે રાખવા જોઈએ એટલે કે,ક્રિયાના કર્તા આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને બનાવવા જોઈએ. તો ટેન્શનમાંથી મુક્ત થઈ શકાશે. સફળતા મેળવવા, સંપત્તિ પ્રાપ્ત કરવા મહેનત અવશ્ય કરવી જોઈએ, પણ એ ક્રિયા કર્યા પછી ભગવાનને ચિંતા સોંપી દેવી જોઈએ, અને પછી જે ફળ ભગવાન આપે તેને સ્વીકારી લઈએ તો કોઈ પ્રકારનું ટેન્શન કે ચિંતા રહે નહિ. સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી દિવસે તો ઠીક પણ રાત્રે બાર - એક વાગે ઉઠીને પણ નિત્ય ધ્યાન કરતાં હતા, તેથી આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને નિત્ય ધ્યાન કરવાની ટેવ પાડવી જોઈએ.





