મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નિહારિકા બંગલોઝ આંબાવાડીમાં રંગોત્સવની ઉજવણી

આંબાવાડી વિસ્તારમાં આવેલ નિહારિકા બંગલોઝના રહેવાસીઓ દ્વારા ધૂળેટીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. સોસાયટીના ગરબા ચોક ખાતે સવારે રહેવાસીઓ એકત્રિત થયા હતા અને પરંપરાગત રીતે એકબીજાને રંગો લગાવી રંગોત્સવ ની ઉજવણી કરી હતી.

બાળકો, યુવાઓ અને વડીલો સૌએ સંગીતના તાલ પર નૃત્ય કરી અને પ્રાકૃતિક રંગો સાથે આનંદ માણ્યો હતો. સમગ્ર વાતાવરણ રંગબેરંગી અને આનંદમય બની ગયું હતું. સોસાયટી સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, આવા સામૂહિક તહેવારો રહેવાસીઓ વચ્ચે એકતા, સૌહાર્દ અને ભાઈચારો મજબૂત બનાવે છે. આ રીતે નિહારિકા બંગલોઝ ખાતે ધૂળેટીનો તહેવાર યાદગાર અને સફળ રહ્યો હતો.