GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બોરસદમાં નળ સે જળ યોજના નિષ્ફળ
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 5
બોરસદમાં મુખ્ય વિસ્તાર ગરાસિયાવાડ માં પાણીની સમસ્યા
તા.૨૬/૦૨/૨૦૨૬,ગુરુવાર
બોરસદના મુખ્ય વિસ્તાર બસસ્ટેન્ડ પાછળ આવેલ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. નવી પાણીની પાઈપલાઈન નાખવા છતાં પાણી નહીં આવતા અને નવી પાઈપલાઈનને જૂની પાઈપલાઈનમાં કનેક્શન આપવામાં આવતા પાઈપ લીકેજની સમસ્યા સર્જાઈ છે. તેથી રેહવાસીઓને પીવાનું પાણીની તકલીફ પડતી હોવાથી ગુસ્સાનો માહોલ સર્જાયો છે.
નવી પાઈપલાઈને નાખવામાં પણ તંત્રની ઘોર બેદરકારી જોવા મળી અને વારંવાર પાઈપલીકેજ ની સમસ્યાઓ સર્જાય છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. આવી સમસ્યા બોરસદમાં જ્યાં જ્યાં પાઈપલાઈન નાખી છે ત્યાં ઘણી જગ્યાએ લીકેજ જોવા મળી છે. લોકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતા તંત્ર કોઈ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લાખો કરોડોના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમ દેખાય રહ્યું છે.





