GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અનાજ નું માર્કેટયાર્ડ બન્યું વેપારીના સિમેન્ટ અને પતરાનું ગોદામ
રિપોર્ટેડ બાય: જોષી જયેશભાઈ, ગામ લાંબડીયા તાલુકો.પોશીના. જીલ્લો સાબરકાંઠાપ્રકાશિત :
ફોટો 1 / 5
પ્રેસ નોટ
લાંબડીયા માર્કેટ યાર્ડના ગેરઉપયોગ સામે ખેડૂતોનો રોષ સંઘ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકોના લાંબડીયા ગામ ખાતે આવેલ સંઘનું માર્કેટ યાર્ડ મૂળતઃ ખેડૂતોને અનાજ સંગ્રહ અને વેચાણ માટે સુવિધા પૂરી પાડવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું. પરંતુ હાલની પરિસ્થિતિ ચિંતાજનક છે. માર્કેટ યાર્ડમાં અનાજના ગોડાઉન તરીકે ઉપયોગ થવાને બદલે સિમેન્ટ અને પતરાના ગોડાઉન તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જે સીધું ખેડૂતોના હકો પર ઘા સમાન છે.
પરિણામે સ્થાનિક ખેડૂતોને પોતાની ઉપજ સંગ્રહ માટે મજબૂરીમાં ખેડબ્રહ્મા જવું પડે છે. આથી સમય, ખર્ચ અને પરેશાનીમાં બિનજરૂરી વધારો થઈ રહ્યો છે. ખેડૂતો માટે બનાવાયેલી સુવિધાઓ વેપારી હિત માટે વાપરાઈ રહી છે.
આ ગંભીર પ્રશ્ન ઉભો થાય છે:
શું સંઘ આ ગેરકાયદેસર ઉપયોગ સામે કોઈ કાર્યવાહી કરશે?
શું ખેડૂતોના હકોની અવગણના ચાલુ જ રહેશે?
જો માર્કેટ યાર્ડનો આ રીતે દુરુપયોગ ચાલુ રહેશે તો તે ખેડૂતો સાથે સીધી ન્યાયવિહિનતા ગણાશે.
સંઘ અને જવાબદાર તંત્રને માંગ છે કે:
માર્કેટ યાર્ડનો મૂળ હેતુ પુનઃસ્થાપિત કરવામાં આવે
સિમેન્ટ અને પતરાના ગોડાઉન તાત્કાલિક દૂર કરવામાં આવે
ખેડૂતો માટે અનાજ સંગ્રહની વ્યવસ્થા તરત શરૂ થાય
જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે ખેડૂતો અને સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
ખેડૂતોના હકો માટે આ અવાજ





