GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
*જામનગરમાં ITRA દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ–2026 નિમિત્તે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય 3D સાયન્સ ફિલ્મ શોનું આયોજન*
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
ITRA-જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની ઉજવણી નિમિત્તે ધન્વંતરી મંદિર પાસેનાં શ્રી રાજમાતા ગુલાબકુંવરબા ઓડિટોરિયમમાં આયોજિત ત્રિદિવસીય 3D સાયન્સ ફિલ્મ શો અંતર્ગત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની વિવિધ સરકારી શાળાઓના ધો. 6 થી 10 ના 2500 જેટલા વિદ્યાર્થીઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી. એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર પરિવહન સુવિધા JMC (જામનગર મહાનગરપાલિકા) શૈક્ષણિક સમિતિ દ્વારા તેમજ નિ:શુલ્ક વ્યવસ્થા અને સંપૂર્ણ ખર્ચ ITRA દ્વારા કરવામાં આવ્યો હતો.
તેમજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ITRAના ડિરેક્ટર ડૉ. તનુજા નેસરી, ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. વર્ષા આર. સોલંકી અને બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા ડૉ. ગોપીનાથ અગ્નિહોત્રમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.





