GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉપલેટાના આશાપુરા ગ્રુપ દ્વારા 20 ટીબી દર્દીઓને પોષણ કીટ અર્પણ
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 5
ઉપલેટામાં 'એક કદમ માનવતા કી ઓર'ના સૂત્રને સાર્થક કરતા અને દેશના વડાપ્રધાનના 'ટીબી મુક્ત ભારત અભિયાન'ને વેગ આપવાના હેતુથી ઉપલેટા ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. 19 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉપલેટાની સરકારી હોસ્પિટલ (કોટેજ હોસ્પિટલ) ખાતે આશાપુરા ગ્રુપના હરપાલસિંહ જાડેજા દ્વારા નીક્ષય મિત્ર બનીને 20 જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબી ચેમ્પિયન્સ દ્વારા પ્રોત્સાહન આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે જે દર્દીઓ અગાઉ ટીબી જેવી બીમારીને મ્હાત આપી સંપૂર્ણ સાજા થયા છે, તેમણે 'ટીબી ચેમ્પિયન' તરીકે ઉપસ્થિત રહીને નવા દર્દીઓ સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે દર્દીઓને હિંમત આપતા જણાવ્યું હતું કે, યોગ્ય દવા અને પૌષ્ટિક આહારથી આ બીમારીને ચોક્કસ હરાવી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આશાપુરા ગ્રુપ દ્વારા ખાસ પ્રકારની ન્યુટ્રીશન કીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં મગ, ચણા, મઠ, સોયાબીન, રાજમા, પંચરત્ન દાળ, મગદાળ, ચણાદાળ, તુવેરદાળ, ચોળા, ચોખા, સીંગદાણા, ખજૂર, ગોળ અને દાળિયા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આરોગ્ય અધિકારીઓએ દર્દીઓને આ પોષણયુક્ત આહાર નિયમિત લેવા માટે ખાસ સૂચન કર્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ આ પ્રસંગે ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન અને ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના સેવાભાવી સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા સહિત આશાપુરા ગ્રુપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તબીબી ક્ષેત્રે હોસ્પિટલ અધિક્ષક ડો. ખ્યાતિ કેશવાલા, ડો. હિતેશ કાલરીયા, ડો. પિયુષ ચુડાસમા અને ટીબી વિભાગના મહેશભાઈ રાજ, રમેશભાઈ વેકરિયા તેમજ ભાવેશ ચાવડા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ 'ટીબી હારેગા, દેશ જીતેગા'ના સૂત્રોચ્ચાર સાથે ભારતને ટીબી મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો. હોસ્પિટલ સ્ટાફ દ્વારા અન્ય દાતાઓને પણ આ સેવાયજ્ઞમાં નીક્ષય મિત્ર બની સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.પલેટામાં 'ટીબી મુક્ત ભારત' અંતર્ગત ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું





