GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે બોરસદમાં શિવજીકી સવારી નીકળી
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 5
તા.૧૫-૦૨-૨૦૨૬ ને રવિવારના દિવસે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં દર વર્ષે શિવજીકી સવારી નીકાળવામાં આવે છે. આશરે પંદર હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે.શિવજીકી સવારીનું આયોજન સતત 7માં વર્ષે જે.બી.ગ્રુપ, બલિયાદેવ ગ્રુપ અને ખોડિયાર યુવક મંડળ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. ખોડિયાર માતાના મંદિરથી નીકળીને ગામમાં થઈ મોટા મહાકાલેશ્વર મંદિર સુધી આ યાત્રા નીકળી હતી.
મુખ્ય મહેમાન સાંસદ મિતેશભાઈ પટેલ, રમણભાઈ સોલંકી (કેબિનેટ મંત્રી) અને બોરસદના યુવકો દ્વારા આતશબાજી,ડિજે અને નૃત્ય દ્વારા ખૂબ સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. હર હર મહાદેવના નારા સાથે ભાગ લેનાર ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ યાત્રાને સફળ રીતે પૂર્ણ કરવામાં બોરસદ પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી.





