GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉના રામેશ્વર ગામે સાતમો સમૂહ લગ્ન સંપન્ન, 15 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
રિપોર્ટેડ બાય: શક્તિસિંહ રાઠોડ, ઉનાપ્રકાશિત :
ફોટો 1 / 4
ઉના રામેશ્વર ગામે સાતમો સમૂહ લગ્ન સંપન્ન, 15 નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
ઉના રામેશ્વર ગામે સમસ્ત રામેશ્વર ગામ સમસ્ત સાતમો સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15 દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ આગળ વધારવા માટે રામનાથ મહાદેવ મંદિરના મહંત જગદીશ પુરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. વર કન્યાને મેરેજ સર્ટીફીકેટ ગ્રામ પંચાયત દ્રારા સ્થળ પર જ આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં આજુ-બાજુના ગામના આગેવાનો, યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને સાધુ સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમસ્ત રામેશ્વર ગામ તરફથી સમૂહ લગ્નમાં આવેલા મહેમાન અને ગ્રામજનો માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અંદાજે દસ હજાર જેટલા લોકોએ ભોજનનો લાભ લીધો હતો. જેમાં રામેશ્વર ગામના બસો જેટલા યુવાનો અને વડીલોએ મહેનત કરી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.




