GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપ્તાહ અંતર્ગત માણકોલ પ્રાથમિક શાળામાં 108 ટીમનું અસરકારક માર્ગદર્શન કાર્યક્રમ
રિપોર્ટેડ બાય: રાજેશ, માણકોલપ્રકાશિત :
ફોટો 1 / 5
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપ્તાહની ઉજવણી અંતર્ગત માણકોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફ માટે આપત્તિ સમયે સુરક્ષા અને ઝડપી પ્રતિભાવ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 108 ઇમરજન્સી સર્વિસની નિષ્ણાત ટીમ દ્વારા ખૂબ જ અસરકારક અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું.
108ની ટીમે આગ, ભૂકંપ, પૂર, માર્ગ અકસ્માત જેવી વિવિધ પરિસ્થિતિઓમાં શું કરવું અને શું ન કરવું તેની સરળ ભાષામાં સમજ આપી. સાથે જ ઇમરજન્સી કોલ કરવાની પ્રક્રિયા, પ્રાથમિક સારવાર, ઘાયલ વ્યક્તિને સુરક્ષિત રીતે મદદ પહોંચાડવાની રીતો અને આપત્તિ સમયે મનોબળ કેવી રીતે જાળવવું તે બાબતોનું જીવંત ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લઈને વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં આપત્તિ પ્રત્યે જાગૃતિ વધી તેમજ “સુરક્ષા પ્રથમ”ની ભાવના મજબૂત બની. શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.




