મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

માણકોલ પ્રાથમિક શાળામાં ધોરણ 6થી8 ની દીકરીઓ માટે કરાટે ક્લાસની ભવ્ય શરૂઆત

માણકોલ પ્રાથમિક શાળા ખાતે દીકરીઓના સર્વાંગી વિકાસ, આત્મરક્ષા અને આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ સાથે ધોરણ ૬થી ૮ની દીકરીઓ માટે કરાટે ક્લાસની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આજના સમયમાં દીકરીઓ શારીરિક રીતે સશક્ત બને, આત્મનિર્ભરતા સાથે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે એવા હેતુથી આ પહેલ કરવામાં આવી છે. આ કરાટે તાલીમ દ્વારા દીકરીઓમાં શિસ્ત, સ્વરક્ષણની કળા, આત્મવિશ્વાસ, એકાગ્રતા તથા આરોગ્યપ્રદ જીવનશૈલી વિકસશે. અનુભવી અને પ્રમાણિત ટ્રેનર દ્વારા નિયમિત તાલીમ આપવામાં આવશે, જેથી દીકરીઓ સુરક્ષિત રીતે ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે. શાળાના આચાર્ય અને શિક્ષકમંડળે જણાવ્યું કે, “શિક્ષણ સાથે રમતગમત અને સ્વરક્ષણનો સંતુલિત વિકાસ જ ભવિષ્યની સશક્ત દીકરીઓની ઓળખ છે.” વાલીઓ અને ગ્રામજનો દ્વારા આ પહેલને હર્ષભેર આવકાર મળ્યો છે. માણકોલ પ્રાથમિક શાળાની આ પ્રશંસનીય પહેલ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માઈલસ્ટોન સાબિત થશે—એવી સર્વત્ર શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.