GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કરુણા અભિયાનમાં માનવતાનો મહાન પાઠસોરવી ટ્રસ્ટની પ્રેરણાથી માણકોલ પ્રાથમિક શાળામાં અનોખી સંવેદનાત્મક પહેલ
રિપોર્ટેડ બાય: રાજેશ કુમાર, માણકોલપ્રકાશિત :
ફોટો 1 / 5
કરુણા અભિયાન અંતર્ગત, સોરવી ટ્રસ્ટની પ્રેરણાથી માણકોલ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમ માનવતા, કરુણા અને પર્યાવરણ સંરક્ષણનો જીવંત સંદેશ આપતો એક પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થયો છે. આ કાર્યક્રમ દરમિયાન રેસ્ક્યુ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સમજ માત્ર માહિતી સુધી સીમિત રહી નહોતી, પરંતુ તે નાનાં નાનાં હૃદયોમાં સંવેદના, જવાબદારી અને જીવદયા પ્રત્યેનો ઊંડો ભાવ ઊભો કરનાર માનવતાનો પાઠ બની. પક્ષીઓ, પ્રાણીઓ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, કરુણા અને રક્ષણની ભાવના બાળકોમાં વિકસે તે હેતુ સાથે સમગ્ર કાર્યક્રમ આયોજનબદ્ધ અને અસરકારક રીતે અમલમાં મૂકાયો. શાળાના શિક્ષકોના સહકારથી વિદ્યાર્થીઓ માટે પતંગ ઉપર પક્ષી બચાવના સંદેશ સ્વરૂપ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ઉતરાયણ બાદ વિદ્યાર્થીઓ દ્વારા ચાઈના દોરી તથા અન્ય હાનિકારક દોરી એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો, જે પક્ષીઓ અને પ્રાણીઓના જીવન રક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કામગીરી છે.
આ માનવતાપૂર્ણ અને પર્યાવરણલક્ષી કામગીરી બદલ ગુજરાત સરકારનું વન વિભાગ દ્વારા તમામ સહભાગી મિત્રો અને વિદ્યાર્થીઓને સુંદર પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા, જે શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાછળ શાળાના આચાર્ય રાજેશકુમાર સોલંકીનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. તેમના દુરદર્શી નેતૃત્વ, માનવતાભર્યા વિચાર અને સતત માર્ગદર્શન હેઠળ જ આ કરુણા અભિયાન અસરકારક રીતે સાકાર થયું. આચાર્યના પ્રેરણાદાયી અભિગમને કારણે બાળકોમાં જીવદયા અને સામાજિક જવાબદારીનો ભાવ વધુ મજબૂત બન્યો છે. રેસ્ક્યુ ટીમ, સોરવી ટ્રસ્ટ તથા આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ સહયોગીઓનો શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. કરુણા અભિયાન અંતર્ગત યોજાયેલી આ પહેલ સમાજ માટે એક અનુકરણીય ઉદાહરણ બની રહી છે.





