મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત રાજ્યની “૨૬૬૬ ગ્રામ પંચાયતોનું ઇ-ખાતમૂહુર્ત કરાયું

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમળોથી રાજ્યના 114 તાલુકા મથક ગામોને શહેરી સુવિધાઓથી સુસજ્જ બનાવી ગ્રામજીવનને નવી ઊંચાઇએ લઇ જવાની મહત્ત્વાકાંક્ષી 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના' નો ભવ્ય અને ઐતિહાસિક શુભારંભ કરવામાં આવ્યો. આ ગૌરવસભર પ્રસંગે રાજ્યભરમાં 2666 ગ્રામ પંચાયત ઘરો તેમજ તલાટી-કમ- મંત્રી આવાસોના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવીને મજબૂત વહીવટ અને સુવ્યવસ્થિત ગ્રામ વ્યવસ્થાપન તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું.   સાથે જ, ભાદરણ ગ્રામ પંચાયત દ્વારા ઘરે-ઘરે સ્થાપિત કરવામાં આવેલા RFID સંચાલિત વોટર મીટર પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરી માન. મુખ્યમંત્રીએ ટેક્નોલોજીના ઉપયોગથી પારદર્શક, સુવ્યવસ્થિત અને ટકાઉ ગ્રામ વિકાસની નવી દિશા ઉજાગર કરી. વિકાસ, આત્મનિર્ભર ભારત અને સમૃદ્ધ ગુજરાતના સંકલ્પ અને  "ગામ ને મજબૂત બનાવો, રાષ્ટ્ર ને સમૃદ્ધ બનાવો"નો સંદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો.ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ગુજરાતનું નિર્માણ કરતી આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં પારદર્શિતા, જવાબદારી અને ઝડપી વિકાસ સુનિશ્ચિત કરશે.