મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

પ્રાંતિજ ખાતે તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા બે આવેદનપત્ર આપી રજુઆત કરી

પ્રાંતિજ ખાતે તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા SIR અને મનરેગા ના કાયદા ને લઈ ને આજે વાંધો રજુ કરવામા આવ્યો હતો અને પ્રાંન્ત અધિકારી અને ચુંટણી અધિકારી ની કચેરી ખાતે જઇ ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી જેમા પ્રાંતિજ ૩૩ વિધાનસભામાં ડ્રાફ્ટ મતદારમાંથી ફોર્મ નં-7 ભરી આધાર પૂરાવા વગર ખોટી માહિતી આપીને નામકમી કરનારા સામે એફઆઇઆર નોંધવા તથા આવા બોગસ ફોર્મ નં-7ની નિષ્પક્ષ તપાસ કરાવવા અને આવેલા ફોર્મ નંબર-૭ ની નકલો આપવા આવે તથા મનરેગા યોજનાનું નામ જીરામજી નામ કરવામા આવ્યું છે જેનો વાંધો દર્શાવી વિરોધ કર્યો હતો અને મનરેગા મૂળ નામજ વપરાય અને મનરેગાના મૂળ સ્વરૂપ માં કોઇ ફેરફાર કરવામા ન આવે અને ભવિષ્યમાં મનરેગાના નિયમો મુજબ જ આ સ્કીમ ચલાવવામા આવે તેવી માંગ સાથે પ્રાંતિજ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.  પ્રાંતિજ કોંગ્રેસ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર , કોંગ્રેસ શહેર પ્રમુખ સંજય ભાઇ પટેલ , શહિદભાઈ ભાણાવાલા , રતુભા , અનિલભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો સહિત ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપી રજુઆત કરવામા આવી હતી