GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વીજળી રોડ પર ગટરના ઢાંકણા અને જાળીઓ ગાયબ; ખુલ્લી કુંડીઓ બની મોતના કૂવા સમાન, બે દિવસ પહેલા જ એક મહિલા ખાબકતા ઈજાગ્રસ્ત
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 3
ઉપલેટાના વીજળી રોડ પર ગટરના ઢાંકણા અને જાળીઓ ગાયબ, ખુલ્લી કુંડીઓ બની મોતના કૂવા સમાન અને બે દિવસ પહેલા જ એક મહિલા ખાબકતા ઈજાગ્રસ્ત થઈ હતી. ઉપલેટામાં માત્ર CCTV વગરની જગ્યાએથી જ ઢાંકણાની ઉઠાંતરી થતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આ ઘટના પાછળ કોઈ જાણભેદુ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઉપલેટા પાલિકાના ચીફ ઓફિસર આ બાબતથી સંપૂર્ણ અજાણ હોવાનું જણાવી રહ્યા છે. શહેરમાં ગટરના ઢાંકણા ચોરાયા છે પણ સાહેબ કહે છે ફોટા હોય તો મોકલો. આ મામલે સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. નબળી ગુણવત્તાનું કામ છુપાવવા ઢાંકણા હટાવાયા હોવાની લોકોમાં ચર્ચા છે. ખુલ્લી ગટરોને કારણે અકસ્માતો વધ્યા છે અને આ અંગે વેપારીઓ અને રાહદારીઓમાં ભારે રોષ ફેલાયો છે. નગરપાલિકા ઢાંકણા ચોરી મામલે પોલીસ ફરિયાદ કરવામાં ઢીલ કરશે તો તંત્ર પોતે જ શંકાના દાયરામાં આવશે. ત્યારે આ ગટરના ઢાંકણાની ચોરી પાછળ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સત્ય બહાર લાવવા તાત્કાલિક પોલીસ તપાસની માંગ ઉઠી છે. તંત્ર તાત્કાલિક ઢાંકણા ફિટ કરાવવાની વ્યવસ્થા કરે તેવી પણ વેપારી અને રાહદારીઓની પ્રબળ માંગ છે



