GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઓર્ચિડ એક્ઝોટીકાના સભ્યો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી
રિપોર્ટેડ બાય: Deepak Shah, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
ઓર્ચિડ એક્ઝોટીકા સોસાયટીના સભ્યો દ્વારા પાવન અવસરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના સભ્યો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી દેશસેવામાં પોતાનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિશેષ વાત એ રહી કે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સોસાયટીના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકો અને સભ્યો માટે વિવિધ રમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને યાદગાર ભેટો આપવામાં આવી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીતો પર મનમોહક નૃત્ય અને વિવિધ વેશભૂષા પ્રસ્તુતિઓથી સૌને રોમાંચિત કરી દીધા. આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં, પણ એકતા, દેશપ્રેમ અને સમાજસેવાના ભાવને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બની રહ્યો.




