મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મહેસાણા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલની પસંદગી કરાઈ

મહેસાણા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલની પસંદગી કરાઈ — ફોટો 1

વિજાપુરની સુ-પ્રસિદ્ધ તથા શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી આશ સેકન્ડરી સ્કૂલે મહેસાણા જિલ્લાની તમામ શાળાઓમાં વર્ષ 2025-26 માટે શ્રેષ્ઠ શાળાનો સર્વોત્તમ ખિતાબ પ્રાપ્ત કર્યો છે. આ ગૌરવપ્રદ સિદ્ધિથી સંસ્થાની યશકલગીમાં એક વધુ પીંછુ ઉમેરાયું છે.

જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થવા બદલ સંસ્થાને રૂ. 1 લાખનો ચેક જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. પટેલ તથા પ્રાથમિક ડી.ઇ.ઓ.ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ અને શાળાના પ્રિન્સિપાલ  ચેતન પટેલે સંસ્થા વતી સ્વીકાર્યો હતો.   આ પ્રસંગે પ્રિન્સિપાલ  ચેતન પટેલે જણાવ્યું હતું કે, “શ્રેષ્ઠ શાળાનો આ સન્માન સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ અને તેમના જાગૃત વાલીઓના સંયુક્ત ટીમવર્કનું ઉત્તમ પરિણામ છે.” આ પ્રસંગે આશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રિન્સિપાલ તથા સમગ્ર શાળા પરિવારને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.