મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

જામનગરમાં 31 ડિસેમ્બરે રાત્રે પોલીસ દ્વારા યોજાઈ સ્પેશિયલ ડ્રાઇવ

જામનગરમાં 31 ડિસેમ્બરે રાત્રે પોલીસ દ્વારા યોજાઈ સ્પેશિયલ ડ્રાઇવ — ફોટો 1

જામનગર જિલ્લાના એસ.પી. ડો.રવિ મોહન સૈનીની આગેવાની હેઠળ ચાર ડી.વાય.એસ.પી. તથા અન્ય પોલીસ અધિકારીઓ સહિત કુલ 700 જેટલા પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી, જેમાં 27 ફાર્મ હાઉસ ચેક કરવામાં આવ્યા હતા, જયારે 11 રિસોર્ટ ચેક કરાયા હતા.

શહેર જિલ્લાના કુલ 17 હોટલ ધાબા અને 46 ગેસ્ટ હાઉસને ચેક કરી લેવાયા હતા. બે ટુરિસ્ટ પોઇન્ટ ઉપર ચેકિંગને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે જે જાહેર સ્થળે લોકોની ખૂબ જ હાજરી હોય તેવી 34 જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેર જિલ્લામાં જુદી જુદી 19 ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી, જે તમામ સ્થળો પર વાહન ચેકિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી, અને નશો કરીને નિકરનારાઓ માટે બ્રિથ એનેલાઈઝર મશીનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું.