મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નવા વર્ષની ઉજવણીમાં પોલીસનો મેગા બંદોબસ્ત,નશાખોરોની ખેર નથી

નવા વર્ષની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં હતી. ASP IPS સિમરન ભારદ્વાજે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે મર્યાદા ઓળંગનાર તત્વો સામે કોઈ પણ નરમાશ રાખવામાં આવશે નહીં. ઉપલેટાના મુખ્ય રસ્તાઓ અને હાઈવે પર બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. બંદોબસ્તમાં 50 પોલીસ અધિકારીઓ અને 200થી વધુ હોમગાર્ડ-GRD જવાનોએ રાઉન્ડ-ધ-ક્લોક ચેકિંગ કર્યું હતું.  પોલીસ દ્વારા 'ઝીરો ટોલરન્સ' ની નીતિ જાહેર કરવામાં આવી હતી, જેમાં શાંતિ ભંગ કરનારાના વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.