GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મેટોડા GIDCમાંથી બોગસ તબીબ ઝડપાયો
રિપોર્ટેડ બાય: Kalpesh jadav, કોટડાસાંગાણી રાજકોટપ્રકાશિત :

લોધીકાના મેટોડા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્ય એસ ઓ જી પોલીસે એક બોગસ તબીબની ધરપકડ કરી છે. આ તબીબ કોઈ જ પ્રકારની ડીગ્રી વગર પોતે દાંતનું દવાખાનું ચલાવતો હતો. આ મામલે મામલે રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે રાજમંગલ મુરત સાહાની નામના ફર્જી તબીબની ધરપકડ કરી છે, પોલીસે તેમની પાસેથી વિવિધ પ્રકારની દવાઓ તેમજ દાંતના દવાખાનાના વીવીધ પ્રકારના સાધનો કબ્જે કરવામા આવ્યા છે, આ તબીબ દ્વારા છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં દાંતનું દવાખાનું ચલાવવામાં આવતું હતું તે સહિતના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે,
