મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ખેલે સાણંદ મહોત્સવમાં માણકોલના વિદ્યાર્થી કિશનનું અભૂતપૂર્વ પ્રદર્શન

ખેલે સાણંદ મહોત્સવમાં માણકોલના વિદ્યાર્થી કિશનનું અભૂતપૂર્વ પ્રદર્શન — ફોટો 1
ખેલે સાણંદ અંતર્ગત આયોજિત રમતગમત મહોત્સવમાં માણકોલ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થી કિશન કાંતિભાઈએ ઉત્સાહ, લગન અને રમતિયાળ કાબેલિયત સાથે ભાગ લઈ અતિ સરાહનીય પ્રદર્શન નોંધાવ્યું છે.   સ્પર્ધાના દરેક તબક્કામાં કિશને ચુસ્તતા, શિસ્ત અને જીતની ભાવના દર્શાવી પોતાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યુ હતુ. તેના આ અભૂતપૂર્વ દેખાવથી માણકોલ પ્રાથમિક શાળાનું ગૌરવ વધ્યું છે. આ સિદ્ધિમાં શાળાના શિક્ષકોનું સચોટ માર્ગદર્શન, આચાર્યનું સતત પ્રોત્સાહન તેમજ પરિવારનો અમૂલ્ય સહયોગ નોંધપાત્ર રહ્યો છે. શાળા અને પરિવાર તરફથી કિશનને દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આગળ પણ એવી જ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી છે. ખેલે સાણંદ જેવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં રમતપ્રેમ, આત્મવિશ્વાસ અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ કિશનનું પ્રદર્શન છે.