મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

મણીનગરની ટ્રાફિક સમસ્યાને ઉકેલવામાં તંત્રની ઉદાસીનતા

મણીનગર વિસ્તાર આજકાલ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હોય તેવુ લાગી રહ્યું છે. જેમાં ટ્રાફિકની સમસ્યા અનેક જગ્યાએ વિકળવા પામેલ છે, પરંતુ તંત્ર તેને હલ કરવામાં કોઇ પગલાં ન લેવાનું નક્કી કરેલ હોય એમ હાથ પર હાથ રાખીને બેસી રહેવા સિવાય કાંઈ કરતું નથી. 

મણીનગર મુખ્ય વિસ્તાર રેલવે સ્ટેશન,બીઆરટીએસ, એએમટીએસ ત્રણેય પબ્લિક ટ્રાન્સપોર્ટથી એક જગ્યાએ ઘેરાયેલો છે. ત્યાં આજબુબાજુ બધે પોલીસ તંત્રની રાહબરી હેઠળ શટલ રિક્ષાવાળા તેમને મનફાવે તે રીતે ઉભી રાખવી અને પેસેન્જર માટે વનવે જોયા વગર ગોળગોળ આંટામારીને પબ્લિક ટ્રાન્સપોર્ટ બસની રાહ જોઇ રહેલ પેસેન્જરોને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરવાનું કાર્ય કરતાં રહેતાં હોય છે. પરંતુ જવાબદાર તંત્ર આંતરિક રીતે તેમને મદદ કરતું હોય તેમ લાગે છે, કારણ સામે બે પોલીસચોકી કાર્યરત છે પરંતુ તેમાં બેઠેલા કર્મચારીઓ આ રીક્ષાવાળાઓને સાચવવા બેઠા હોય તેમ લાગે છે. 

આ વિસ્તારમાં વનવે છે પરંતુ સરેયામ તેનો ભંગ થાય છે.  રમણનગરની બહાર નીકળતાં, ક્રોસિંગથી સ્વામિનારાયણ મંદિર બાજુ અને મેડીકલ સેન્ટરથી ક્રોસિંગ બાજુ વનવે હોવા છતાં તેનો અમલ નથી થતો અને તંત્ર કરાવવામાં રસ પણ નથી દાખવતું. પોલીસકર્મીની સાથે મુકવામાં આવેલ રુપકડા નામના એલઆરડી જવાનો ટ્રાફિક સમસ્યા હલ કરવાનું બાજુમાં મુકીને ટુવ્હીલર વાળાને ઉભા રાખી તેમની પાસે દસ્તાવેજો ઉઘરાવવા નજરે પડતા હોય છે જે કામગીરી તેઓની નથી છતાં બધું બેરોકટોક તંત્રની મહેરબાનીથી જ ચાલે છે. શટલ રીક્ષાઓ કેમ પોલીસ તંત્ર બંધ કરાવી શકતું નથી જે યક્ષ પ્રશ્ન છે તેનો ઉકેલ કયારે આવશે ? જે ક્રાઇમ થાય છે તે મોટાભાગે આ શટલ રિક્ષામાં થાય છે, પરંતુ તંત્ર તેને ઉકેલવામાં કોઇ રસ વર્ષોથી રાખતું જ નથી.