GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા ઉપલેટામાં વેસ્ટર્ન રેલવે બેંકની ચૂંટણીમાં કર્મચારીઓનો ભારે ઉત્સાહ: 83% મતદાન નોંધાયું
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 4
ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા ઉપલેટામાં વેસ્ટર્ન રેલવે બેંકની ચૂંટણીમાં કર્મચારીઓનો ભારે ઉત્સાહ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં 83% મતદાન નોંધાયું હતું. પશ્ચિમ રેલવેના કર્મચારીઓની મહત્વની સંસ્થા 'ધ જેક્શન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી' (વેસ્ટર્ન રેલવે બેંક) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટે ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ઉત્સાહભેર મતદાન યોજાયું હતું. જેતલસર જંકશનથી વંશજાળીયા રૂટના કુલ 123 મતદારોમાંથી 103 કર્મચારીઓએ મતદાન કર્યું હતું. ભાવનગર ડિવિઝન, વેસ્ટર્ન રેલવે ઝોન અને અનામત બેઠકો માટે વિવિધ પેનલો વચ્ચે રસાકસીભરો જંગ જોવા મળ્યો હતો.




